bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રક્ષા મંત્રી રાજનાથ સિંહનો પાકિસ્તાનને, સીધો અને કડક સંદેશ આપ્યો છે....

 

રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક ઈન્ટરવ્યુમાં આતંકવાદ ફેલાવી રહેલા પાકિસ્તાનને સીધો અને કડક સંદેશ આપ્યો છે. પાડોશી દેશ દ્વારા ફેલાવવામાં આવી રહેલા આતંકવાદને લગતા સવાલના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે જો કોઈ આતંકવાદી પાકિસ્તાન ભાગી જશે તો અમે તેને ત્યાં પણ મારી નાખીશું. તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈ આતંકવાદી ભારતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. એક  સમાચાર એજન્સી મા  રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને માર્યા છે. જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે જો કોઈ આતંકવાદી દેશમાં કોઈપણ પ્રકારની ઘટનાને અંજામ આપશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. જો કોઈ આતંકવાદી આતંકવાદી ઘટનાઓને અંજામ આપીને પાકિસ્તાન ભાગી જશે તો અમે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને જવાબ આપીશું 

  • રાજનાથે CAA પર પણ વાત કરી

 રાજનાથ સિંહને પણ CAA અંગે પ્રશ્નો પૂછ્યા. રાજનાથ સિંહને પૂછવામાં આવ્યું કે જ્યારે પહેલીવાર CAAની વાત કરવામાં આવી ત્યારે સમગ્ર દેશમાં હોબાળો થયો હતો. હવે જ્યારે CAAના અમલીકરણ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે બહુ અવાજ કે વિરોધ થયો નથી. રાજનાથ સિંહે પણ આ સવાલનો જવાબ આપ્યો છે.


રાજનાથ સિંહે કહ્યું, 'જો આતંકવાદીઓ પાકિસ્તાન ભાગી જશે તો અમે તેમનો પીછો કરીશું અને પાકિસ્તાનની ધરતી પર તેમને મારી નાખીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું કહ્યું…ભારત પાસે તે ક્ષમતા છે અને પાકિસ્તાને પણ તેને સમજવાનું શરૂ કરી દીધું છે.’ તમને જણાવી દઈએ કે બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયન'એ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે ભારત સરકારે વિદેશી ધરતી પરથી આતંકવાદીઓને મંજૂરી આપી છે. ખતમ કરવાની રણનીતિના ભાગરૂપે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને મારવાના આદેશ આપવામાં આવ્યા છે. જોકે, વિદેશ મંત્રાલયે અખબારના આ અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. વિદેશ વિભાગે આ અહેવાલને ખોટો ગણાવ્યો છે અને તેને ભારત વિરોધી પ્રચાર ગણાવ્યો છે.