જમ્મુ-કાશ્મીરમાં રિયાસી બસ હુમલા સાથે જોડાયેલું એક મોટું અપડેટ સામે આવ્યું છે. જમ્મુ કાશ્મીર પોલીસે રિયાસી બસ હુમલા કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલામાં 10 લોકોના મોત થયા છે. આતંકી હુમલા સમયે બસમાં લગભગ 50 લોકો હતા. જેમાં 30 થી વધુ ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત ઘણા નેતાઓએ આતંકવાદી હુમલાની ટીકા કરી હતી અને શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. આતંકી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.રવિવારે (9 જૂન) ભક્તોને લઈને એક બસ શિવ ઘોડી મંદિરથી કટરા પરત ફરી રહી હતી. બસ જંગલ વિસ્તારમાં પહોંચતા જ ઘુસેલા આતંકીઓએ બસ પર ઝડપથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકવાદીઓના ગોળીબારને કારણે ડ્રાઈવર ડરી ગયો અને તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો. બસ ખાડામાં પડી હતી. પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. ભારતીય સેના, સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસે પણ આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology