ડિસેમ્બર મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડવા લાગી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં દિવસની શરૂઆત પ્રદૂષણ અને ધુમ્મસ સાથે થઈ રહી છે, જેના કારણે ઓછી વિઝિબિલિટી હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગે આજે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. હવામાન વિભાગની આગાહી અનુસાર, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ માટે જારી કરવામાં આવેલી આગાહીમાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. વિઝિબિલિટી ઘણી ઓછી હશે. ઉત્તર-પશ્ચિમના પવનોએ દિલ્હી તેમજ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની ઘનતા વધારી છે. દિવસનું તાપમાન સતત ઘટી રહ્યું છે. હવે હળવો શિયાળો શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરથી ફૂંકાતા પવનો ધુમ્મસને પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી લંબાવી શકે છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસ રહી શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology