ભારતીય હવામાન વિભાગ દ્વારા ફરી એક આગાહી કરાઈ છે જેમાં આગામી દિવસોમાં બંગાળની ખાડી પર એક ભયાનક ચક્રવાત ત્રાટકી શકે છે, જેના કારણે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત તેમજ તેની આસપાસના રાજ્યો પર અસર પડવાની સંભાવના છે.
દેશમાં ચોમાસાના આગમન પહેલા જ હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરાઈ છે.. ભારતીય હવામાન વિભાગે 22 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતની આગાહી કરી છે. એક અહેવાલમાં હવામાન વિભાગના હવામાનશાસ્ત્રના મૃત્યુંજય મહાપાત્રાને ટાંકીને જણાવ્યું છે કે, લો પ્રેશર વિસ્તાર ચોમાસાને આંદમાન સાગર અને સાગરને અડીને આવેલા બંગાળની ખાડી બાજુ આગળ વધવામાં મદદ કરશે.પણ આનાથી કેરળમાં ચોમાસાની શરૂઆત પર કોઈ અસર થશે નહીં. તેમણે કહ્યું કે ચક્રવાતથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત તેમજ તેની આસપાસના રાજ્યો પર અસર પડશે.
આ હવામાન પેટર્ન પછી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાય તેમ નથી, કારણ કે મે મહિનાને ચક્રવાતની રચનાનો મહિનો માનવામાં આવે છે. તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી અત્યારે ખૂબ જ જલ્દી ગણાય શકે છે.જો કોઈ ચક્રવાત બને છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરનું અત્યારે અનુમાન લગાવી શકાય નહીં, કારણ કે તે તેના માર્ગ અને તીવ્રતા પર સંપૂર્ણ નિર્ભર રહેશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology