bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમરેલીના લુણીધાર ગામમાં કેન્ડી ખાધા બાદ 26 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા...  

ઉનાળો શરુ થતાની સાથે જ લોકો આઈસ્ક્રીમ, કેન્ડી ખાવા લારીઓ પર ઉમટી પડતા હોય છે. ત્યારે અમરેલીના લુણીધાર ગામે કેન્ડી ખાધા બાદ 26 વ્યક્તિઓને  ફ્રૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. ત્યારબાદ આ લોકોને તાત્કાલિક    તાત્કાલી સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  26 વ્યક્તિઓએ  બપોરે કેન્ડી ખાધા બાદ રાત્રિનાં અચાનક તબીયત લથડતા દોડધામ મચી જવા પામી હતી. 

કેન્ડી ખાધા બાદ અચાનક  26 લોકોની તબીયત લથડતાં આ તમામને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તમામ લોકોની સિવિલમાં સારવાર ચાલુ હોવાની માહિતી મળી રહી છે.