અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે. જ્યારે અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લિટર ભાવ રૂ.62થી વધી 64 થશે. એટલુ જ નહી અમૂલ શક્તિના પ્રતિ લીટર રૂ.60 થી વધી 62 રૂપિયા થશે જ્યારે દૂધ સહિત દહીંના ભાવમાં પણ વધારો થયો મોંઘવારીથી જનતા પરેશાન થઇ ગઇ છે. પ્રાથમિક જીવન જરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો નોંધાઇ રહ્યો છે. શાકભાજી, કઠોળ, દૂધ, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમાં પણ બાકી હતું તેમ અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ ખાદ્ય ચીજોના ભાવ આસમાને તો બીજી તરફ દૂધ. વધતા ભાવે તો ગૃહિણીઓની કમર ભાંગી નાખી છે. એક બાદ એક તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકને તો ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. ત્યારે અમૂલે દૂધના ભાવમાં વધુ એક ભાવ વધારાએ ગૃહિણીઓને ચક્કર લાવી દીધા અમૂલ દ્વારા દહીંના ભાવમાં પણ વધારો જાહેર કરાયા છે. સૌથી મોટો ફટકો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને પડવા જઇ રહ્યો
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology