bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દરેક ખાનગી સંપત્તિ સામુદાયિક મિલકત કહી શકાય નહીં': સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

CJIએ કહ્યું કે આજના આર્થિક માળખામાં ખાનગી ક્ષેત્રનું મહત્ત્વ છે. ચુકાદો આપતાં તેમણે કહ્યું કે દરેક ખાનગી મિલકતને સામુદાયિક મિલકત કહી શકાય નહીં. શું સરકારને ખાનગી મિલકત હસ્તગત કરીને તેની પુન: વહેંચણી કરવાનો અધિકાર છે? CJI DY ચંદ્રચુડના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના 9 જજોની બંધારણીય બેન્ચે મંગળવારે (5 નવેમ્બર) આમાં પોતાનો ચુકાદો આપી દીધો. બંધારણીય બેંચે આ વર્ષે 1 મેના રોજ સુનાવણી કર્યા બાદ ખાનગી સંપત્તિ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે નક્કી કરી દીધું કે શું બંધારણની કલમ 39(B) ની જોગવાઈઓ અનુસાર, ખાનગી મિલકતને પણ સામુદાયિક મિલકત ગણી શકાય છે અને જાહેર હિતમાં તેને વહેંચી શકાય છે. CJI ડીવાય ચંદ્રચુડ બહુમતીનો નિર્ણય વાંચી રહ્યા છે. ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે નીતિ નિદેશક સિદ્ધાંતો અનુસાર બનેલા કાયદાઓનું રક્ષણ કરતી બંધારણની કલમ 31 (C) યોગ્ય છે. CJI ચંદ્રચુડે કહ્યું, "હવે આપણે 39 (B) વિશે વાત કરીશું. 39(B) સામુદાયિક મિલકતના જાહેર હિતમાં વિતરણ વિશે વાત કરે છે. તમામ ખાનગી મિલકતને સામુદાયિક મિલકત તરીકે જોઈ શકાતી નથી. આ અંગે અગાઉ લીધેલા કેટલાક નિર્ણયો એક ચોક્કસ આર્થિક વિચારધારાથી પ્રભાવિત હતા