કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.ત્યારે આજે વાતાવરણમાં અચાનક ઠંડા પવન સાથે ઘણાં વિસ્તારોમાં વરસાદ ત્રાટક્યો હતો જેનાથી લોકોને ગરમીથી રાહત મળી અને ઘણાં જિલ્લાઓમાં તાપમાનનો પારો નીચે ઉતર્યો છે.પરંતુ બફારો યાથવત જ છે.હવમાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરી છે.દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર,ગીર સોમનાથ સહિત અનેક જગ્યાએ મેઘરાજાનું આગમન થશે.
- ગુજરાતમાં કમોસમી વરસાદ બનશે મુસીબત
હવામાન વિભાગ દ્વારા અરવલ્લી મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ ડાંગ ગીર સોમનાથ ભાવનગર અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. તેમજ 14 મે ના રોજ અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભરૂચ સહીત સુરતના અમુક સ્થળોમાં પણ ગાજવીજ સાથે છૂટા છવાયો વરસાદ પડી શકે છે.
15 મે ના રોજ બનાસકાંઠા ગીર સોમનાથમાં પણ માવઠું સર્જાઈ શકે છે. તો 16 મે એ ફક્ત બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે. અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે વરસાદ આ સાથે પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાશે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ રહેશે. જ્યાં બે દિવસ બાદ રાજ્યમાં ફરી એક વખત તાપમાનમાં વધારો થઈ શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology