bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

એરપોર્ટ પર કંગના રનૌત સાથે થયું બોલાચાલી   CISF ગાર્ડ પર થપ્પડ મારવાનો આરોપ....

કંગના રનૌતને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌત સાથે ઝપાઝપી થઈ હતી, જોકે આ મામલે કોઈ ખુલીને વાત કરી રહ્યું નથી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, અભિનેત્રીનો આજે 6 જૂને બપોરે 3:00 વાગ્યે એક મહિલા સાથે ઝઘડો થયો હતો. ચંદીગઢ એરપોર્ટ પોલીસ અત્યારે કંઈપણ કહેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી રહી છે, જો કે અભિનેત્રી 3:30 વાગ્યે ત્યાંથી નીકળી ગઈ હતી.કંગના દિલ્હી એરપોર્ટ પહોંચવાની છે. ત્યાં તેને આ મામલે માહિતી મળશે. પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કંગનાની સ્ટાફ લેડી સાથે ઘણી દલીલબાજી થઈ હતી. કંગનાને વિસ્તારા એરલાઈન્સ દ્વારા ચંદીગઢથી દિલ્હી જવાનું હતું. સિક્યોરિટી ચેક દરમિયાન કંગનાની સિક્યુરિટી લેડી સાથે ઝપાઝપી થઈ હતી. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024માં કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડી સંસદીય ક્ષેત્રથી જીતી છે.