bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પાકિસ્તાનનો વિલય થશે અથવા સમાપ્ત થશે' CM યોગીના દાવાથી હડકંપ...

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક સભામાં મોટું નિવેદન આપ્યું છે. એમને કહ્યું કે, 'આજે બાંગ્લાદેશમાં એવું જ થઈ રહ્યું છે, જે 1947માં થયું હતું અને પાકિસ્તાનમાં પણ કઇંક આવી જ સ્થિતિ છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાડોશી દેશ પાકિસ્તાનને લઈને મોટો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે કાં તો પાકિસ્તાનનો વિલય થઈ જશે અથવા તો એ સમાપ્ત થઈ જશે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે લખનૌમાં આયોજિત 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન એમને દેશના ભાગલાની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

કાર્યક્રમને સંબોધતા સીએમ યોગીએ કહ્યું હતું કે, 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાથી વિશ્વને પરિચય આપનાર આપણી ભારત માતાને આ દિવસે, વર્ષ 1947માં રાજકીય સ્વાર્થ માટે વિભાજનની દુર્ઘટના તરફ ધકેલી દેવામાં આવી હતી. આ માત્ર દેશનું વિભાજન ન હતું, પરંતુ માનવતાનું વિભાજન હતું. આ અમાનવીય નિર્ણયને કારણે અસંખ્ય નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા.