bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં મોટું એન્કાઉન્ટર, એક આતંકી ઠાર....

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે બે આતંકવાદીઓ અને એક ઓવર ગ્રાઉન્ડ વર્કર આ વિસ્તારમાં ચારે બાજુથી ઘેરાયેલા છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે કુલગામ જિલ્લામાં( મંગળવારે) એટલે કે આજે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. પોલીસે જણાવ્યું કે કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળી હતી. આ પછી, તેમને છુપાયેલા સ્થળેથી બહાર લાવવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન જ્યારે આતંકીઓએ પોતાને સુરક્ષાદળોથી ઘેરાયેલા જોયા તો તેઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ છે. પૂંચ આતંકવાદી હુમલા બાદ કુલગામમાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય ચાર ઘાયલ થયા હતા.