bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ત્રીજી વખત પીએમ બનશે નરેન્દ્ર મોદી.... વ્યક્તિએ આંગળી કાપીને માતાજીને ચઢાવી બલિ....

કર્ણાટકમાં એક વ્યક્તિ, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર ચાહક હોવાનું કહેવાય છે, તેણે પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે પ્રાર્થના કરતી વખતે તેમના ડાબા હાથની આંગળી કાપીને દેવી કાલીને બલિદાન તરીકે અર્પણ કરી હતી. આ અનોખી ઘટના શનિવારે પ્રકાશમાં આવી હતી.કારવાર શહેરના સોનારવાડા વિસ્તારમાં ઘટના બની હતી. પીએમ મોદીના સમર્પિત અનુયાયીની ઓળખ અરુણ વર્નેકર તરીકે થઈ છે.

વર્નેકરે તેમના નિવાસસ્થાને પીએમ મોદીનું મંદિર પણ બનાવ્યું છે અને નિયમિતપણે "વિશેષ પૂજા" કરે છે. પોતાની આંગળી કાપ્યા બાદ તેણે ઘરની દિવાલો પર લોહીથી લખ્યું હતું "મા કાલી માતા, મોદી બાબાની રક્ષા કરો".
તેણે દિવાલ પર લખ્યું હતું કે 'મોદી બાબા' ત્રીજી વખત વડાપ્રધાન બનશે. દિવાલ પર 'મોદી બાબા ઈઝ ધ ગ્રેટેસ્ટ' પણ લખેલું જોવા મળ્યું હતું. મીડિયા સાથે વાત કરતાં અરુણ વર્નેકરે કહ્યું કે પીએમ મોદી કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી જ 'ચીન અને પાકિસ્તાન દ્વારા ઊભી થયેલી સમસ્યાઓનો અંત આવ્યો છે.'