સુપ્રીમ કોર્ટે લીકર પોલિસી કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર જોરદાર ઝટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં આ મામલે આગામી સુનાવણી 23 ઓગસ્ટ નક્કી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે અમે આ મામલે બીજા પક્ષને પણ સાંભળવા માગીએ છીએ અને એના પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આવતીકાલે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી થવાની છે અને આ પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલને આશા હતી કે તેમને પણ મનીષ સિસોદિયા અને સંજય સિંહની જેમ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવશે. પરંતુ એવું ન થયું અને તેમની આશા પર પાણી ફરી વળ્યું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા સુપ્રીમ કોર્ટે ઈડીના કેસમાં અરવિંદ કેજરીવાલને પહેલા જ જામીન આપી દીધા હતા પરંતુ સીબીઆઈ દ્વારા દાખલ કેસને કારણે તેમણે ફરી જેલમાં જ રહેવાનો વારો આવ્યો હતો. કેજરીવાલ પર કથિત લિકર પોલિસીમાં કૌભાંડ આચરવાનો આરોપ છે. સીબીઆઈ અને ઈડી દ્વારા તેમને કથિત કૌભાંડના માસ્ટર માઈન્ડ ગણાવાયા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology