bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

CERTનો મોટો નિર્ણય....ધો. 12ના અભ્યાસક્રમમાંથી દૂર કરાયા ગુજરાત રમખાણ, બાબરી ધ્વંસ સહિતના વિષયો...  

નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એ ધોરણ 12 ની પોલિટિકલ સાયન્સ બુકમાં ઘણા ફેરફારો કર્યા છે. પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, હિંદુત્વની રાજનીતિ, 2002ના ગુજરાત રમખાણો અને લઘુમતીઓ સંબંધિત કેટલાક સંદર્ભો હટાવી દેવામાં આવ્યા છે.  આ પુસ્તક શૈક્ષણિક સત્ર 2024-25 થી લાગુ કરવામાં આવશે. તાજેતરના વર્ષોમાં પુસ્તકોમાંથી ઘણા સંવેદનશીલ વિષયો દૂર કરવામાં આવ્યા છે. 

NCERTએ ગુરુવારે (4 એપ્રિલ) તેની વેબસાઈટ પર આ ફેરફારો જાહેર કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન શાળાઓમાં NCERT પુસ્તકો ભણાવવામાં આવે છે. દેશમાં આ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓની સંખ્યા લગભગ 30 હજાર છે. CBSE બોર્ડની શાળાઓ ભારતના લગભગ દરેક ભાગમાં હાજર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અન્ય રાજ્યોના બોર્ડના પુસ્તકોમાં પણ આવા ફેરફારો જોવા મળે છે. 

'ઇન્ડિયન પોલિટિક્સઃ ન્યૂ ચેપ્ટર'માં જ બાબરી મસ્જિદ અને 'હિંદુત્વ રાજકારણ'ના સંદર્ભો પણ હટાવી દેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણય બાદ અયોધ્યામાં રામ મંદિર કેવી રીતે બન્યું. 'લોકશાહી અધિકાર' નામના 5મા પ્રકરણમાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો છે. NCERTનું કહેવું છે કે, આ ઘટના 20 વર્ષ જૂની છે અને તેને ન્યાયિક પ્રક્રિયા દ્વારા ઉકેલવામાં આવી છે.