આપ સાંસદ સંજય સિંહે અરવિંદ કેજરીવાલના આરોગ્યને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. સંજય સિંહે એક વાર ફરીથી ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રની મોદી સરકારનો હેતુ કેજરીવાલને જેલમાં રાખીને તેમના જીવન સાથે રમત રમવાનો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે દાવો કર્યો કે ભાજપ અને તેમની કેન્દ્ર સરકાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જીંદગી સાથે રમી રહી છે. જેમનું વજન જેલમાં રહ્યા દરમિયાન 8.5 કિલો ઘટી ગયું છે અને શુગર લેવલ 50 મિલીગ્રામ/ડીએલથી નીચે પાંચ વખત જઈ ચૂક્યું છે.
સંજય સિંહના દાવા પર ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સંજય સિંહે કહ્યું કે કેજરીવાલની આરોગ્ય સ્થિતિ એવી છે કે જો તેમને ટૂંક સમયમાં જેલમાંથી બહાર ન લાવવામાં આવ્યા અને સારવાર ન કરવામાં આવી તો તેમની સાથે કોઈ પણ ગંભીર ઘટના ઘટી શકે છે.
સંજય સિંહે જણાવ્યું કે ડોક્ટરોના જણાવ્યા અનુસાર આવી હાલતમાં કોઈ કોમામાં પણ જઈ શકે છે. રાતના સમયે જેલ કોઈ ડોક્ટર પણ રહેતાં નથી. સંજય સિંહે કહ્યું, જરૂર એ વાતની છે કે કેજરીવાલને જેલમાંથી બહાર લાવીને તેમની સારી રીતે તપાસ અને સારવાર કરાવવામાં આવે. પરંતુ કેન્દ્ર સરકાર તેમને જેલમાંથી બહાર આવવા જ દેતી નથી. દરમિયાન તેમની સાથે કંઈ પણ ગંભીર બાબત થઈ શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology