જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં કાર ખીણમાં ખાબકતાં એક જ પરિવારના 8 લોકોના મોત થયાં હતા જેમાં 5 બાળકો પણ સામેલ હતા. આ કાર પોલીસકર્મીની હતી સિમથાન-કોકરનાગ રોડ પર વળાંક પર સરકી જતાં કાર ખીણમાં ખાબકી હતી જેમાં એક પોલીસકર્મી, બે મહિલાઓ અને 5 બાળકોના મોત થયાં હતા. કારમાં સવાર તમામ લોકો કિશ્તવાડથી આવી રહ્યા હતા.
પોલીસકર્મીના પરિવારની કાર સિમથાન-કોકરનાગ રોડ દોડી રહી હતી અચાનક ચાલકે કાબુ ગુમાવતાં કાર રોડ પરથી સરકીને ખીણમાં પડી ગઈ હતી જેમાં ઘટનાસ્થળે બધાના મોત થયાં હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology