રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે,આગામી 3 દિવસ બાદ ગરમીમાં વધારો થશે,22 માર્ચથી રાજ્યમાં ગરમીનું જોર વધશે તો પવનોની દિશા બદલાતા વધશે ગરમીનું જોર તો 21 માર્ચ સુધી મહત્તમ તાપમાન 1થી2 ડિગ્રી વધઘટ રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.22 માર્ચથી મહતમ તાપમાન 2થી3 ડિગ્રી વધશે તો ગઈકાલે રાજકોટમાં સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈ રાહતની આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ગરમીનું જોર ઘટશે. તેમજ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં 36 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી રહેશે. જ્યારે જૂનાગઢમાં 34 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન રહે તેવી સંભાવના છે.
હવે ઉત્તર ભારતમાં ગરમી પડશે
હવામાનની આગાહી કરતી એજન્સી, સ્કાયમેટ અનુસાર, પશ્ચિમી વિક્ષેપ અને તેની સાથે સંકળાયેલ ચક્રવાતી અસરોને કારણે, છેલ્લા 3-4 દિવસમાં ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધવામાં આવ્યો હતો. આ વરસાદને કારણે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચે ગયું હતું. જો કે, હવે હવામાન ચોખ્ખું થઈ ગયું છે અને 20 થી 23 માર્ચ વચ્ચે તાપમાન ફરી વધે તેવી શક્યતા છે.
આ રાજ્યોમાં વરસાદની શક્યતા
આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આજે 10 માર્ચે ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે, ત્યારબાદ વરસાદની તીવ્રતા ઘટી શકે છે. અરુણાચલ પ્રદેશમાં આગામી 6 દિવસ સુધી વાવાઝોડાં અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે, જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. કેરળ અને તમિલનાડુના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology