હાલ દેશભરમાં આઈપીએલ 2024 (IPL 2024)નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર IPLની ગેરકાયદેસર સ્ટ્રીમિંગનો મામલો સામે આવ્યો છે.ત્યારે હવે મહારાષ્ટ્ર સાયબર સેલે ખૂબસૂરત અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ પાઠવ્યું છે.
મહારાષ્ટ્ર સાયબરે ફેયરપ્લે એપ પર આઈપીએલ 2023 (IPL 2023)ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે સંબંધમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને પૂછપરછ માટે બોલાવ્યો છે. આ મામલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (IRL)ની પેટાકંપની વાયાકોમ 18ને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. મહારાષ્ટ્ર સાયબરે અભિનેત્રીને 29 એપ્રિલના રોજ હાજર થવા માટે કહ્યું છે.
હાલમાં દિલ્હી હાઈકોર્ટમાં આઈપીએલની ગેરકાયદેસર સ્ટ્રીમિંગનો મામલો ચાલી રહ્યો છે. તમન્ના ભાટિયા પહેલા અભિનેતા સંજય દત્તને 23 એપ્રિલના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. જો કે, સંજય દત્તે નિવેદન નોંધાવવા માટે તારીખ અને સમય માગ્યો હતો અને રજૂ થવાની તારીખને લઈને કહ્યું હતું કે, તે આ દિવસે ભારતમાં નથી.. સૂત્રોએ જણાવ્યું કે તમન્ના ભાટિયાએ ફેરપ્લેનો પ્રચાર કર્યો હતો, તેથી જ તેને સાક્ષી તરીકે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. સાયબર પોલીસ ભાટિયા પાસેથી એ સમજવા માંગે છે કે ફેર પ્લેને પ્રમોટ કરવા માટે તેનો સંપર્ક કોણે કર્યો, તેણે તે કેવી રીતે કર્યું અને તેના માટે તેને કેટલા પૈસા મળ્યા અને કેવી રીતે આપવામાં આવ્યા.
જ્યારે વાયાકોમે તેની ફરિયાદમાં દાવો કર્યો હતો કે ફેરપ્લેએ ટાટા આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2023ને ગેરકાયદેસર રીતે દર્શાવ્યું હતું અને તેના કારણે તેમને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. નિવેદન નોંધવામાં આવ્યું છે.
આ કેસની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ફેરપ્લેએ કલાકારોને અલગ-અલગ કંપનીઓના ખાતામાંથી પૈસા આપ્યા હતા. સંજય દત્તને પ્લે વેન્ચર નામની કંપનીના ખાતામાંથી પૈસા મળ્યા હતા, જે કુરાકાઓ સ્થિત કંપની છે. જ્યારે બાદશાહને Lycos Group FZF કંપનીના ખાતામાંથી પૈસા મળ્યા, આ કંપની દુબઈ સ્થિત છે, જ્યારે જેકલીન ફર્નાન્ડિસને Trim General Trading LLC નામની કંપનીના ખાતામાંથી પૈસા મળ્યા છે, આ કંપની દુબઈ સ્થિત છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology