મૌલવીની ધરપકડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટો અને ચોંકાવનાર ખુલાસો થયો છે.જે ખુલાસા અંગે જાણવા મળ્યું કે મૌલવી રાજસ્થાનનાં એક વ્યક્તિનાં સંપર્કમાં હતો. જે પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતા.અને દિલ્હી ખાતે ધર્મ પરિવર્તન પણ કર્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ કર્યા બાદ એકાએક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે મૌલવી સાથે સંપર્કમાં રહેલા બિકાનેરનાં અશોક સુથાર ઉર્ફે અબુબકરને લઈ અનેક ખુલાસો થવા પામ્યો છે. જેમાં અબુબકર પાકિસ્તાની યુવતીઓ સાથે સોશિયલ મીડિયાના મારફતે સંપર્કમાં આવ્યો હતો. તેમજ પાકિસ્તાની યુવતીઓનાં સંપર્કમાં આવ્યા બાદ તેણે ધર્મ પરિવર્તન કર્યુ હતું.હિન્દૂ યુવક અશોક સુથાર ઉર્ફે અબુબકરનાં ઘરની તપાસમાં પોલીસને કેટલીક ચોંકાવનારી હકીકતો જાણવા મળી.
હિન્દૂ યુવક અશોક સુથારનું પાકિસ્તાનની યુવતીઓએ બ્રેઈન વોશ કરી દીધું
અસોક સુથાર ઉર્ફે અબુબકર છેલ્લા ઘણા સમયથી કોમ્પ્યુટર ક્લાસીસ ચલાતા હતા અને છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં રહેતો હતો.અસોક સુથાર ઉર્ફે અબુબકર પાકિસ્તાનની યુવતીઓ સાથે નોકરી માટે અને પછી ધર્મ માટે ચેટ કરતો હતો. આમ સંપર્કમાં આવ્યા બાદ પાકિસ્તાનની યુવતીઓએ અશોક સુથાર બ્રેઈન વોશ કરી દીધું હતું. જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું. અશોક સુથારે દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુબકર બની અને તે જેહાદમાં જોડાયો હતો.
આ મામલે મૌલવી સહિત અન્ય 3 આરોપીની ધરપકડ કરાઈ
સી.પી. અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે , અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત અન્ય 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૌલવી સોહેલ પાસેથી 2 કાર્ડ સહીત જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. તેઓ 17 જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતો હતો. અને શેહનાઝ 42 ઇ-મેઈલ આઇડી પરથી ધમકીઓ આપતો હતો. સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ મળ્યા છે. મની ટ્રાન્સફર હવાલાના માધ્યમથી કરતા હતા. પાકિસ્તાન સાથે આરોપીઓના સંપર્ક હોવાના પુરાવાઓ પણ મળ્યા છે.
જન્મના પ્રમાણપત્ર મૌલવી પાસેથી મળ્યા હતા
પાકિસ્તાનથી આરોપીઓને નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવાઓ મળી આવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીઓ અલગ-અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. નિશાંત શર્મા,સુરેશ રાજપૂત અને ઉપદેશ રાણાને ગૃપ કોલથી ધમકી આપી હતી.અત્યાર સુધી આ કેસમાં મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલ, મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફ રઝા અને બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરની ધરપકડ કરી વધુ તપાસ ધરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology