ઉત્તર પ્રદેશના દેવરિયામાં આજે સવારે એક મોટો અકસ્માત થયો. ડુમરી ગામમાં ચા બનાવતી વખતે સિલિન્ડર ફાટ્યો. આ અકસ્માતમાં એક મહિલા અને ત્રણ બાળકોના દાઝી જવાથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યી છે. ચારેય એક જ પરિવારના હતા. સિલિન્ડર બ્લાસ્ટ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મામલાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને કબજામાં લઈ લીધા હતા.
દેવરિયા જિલ્લાના ડુમરી ગામમાં ઘરની એક મહિલા આંજે સવારે ચા બનાવવા માટે તેના ઘરના રસોડામાં ગઈ હતી. ચા બનાવતી વખતે તેણે ગેસ ખોલતા જ સિલિન્ડર ફાટ્યો. આ અકસ્માતમાં મહિલા સંપૂર્ણપણે દાઝી ગઈ હતી. આ ઉપરાંત ઘરમાં હાજર ત્રણ બાળકો પણ દાઝી ગયા હતા. આ અકસ્માતમાં ચારેય લોકોના મોત થયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે આખું ઘર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું.
થોડી જ વારમાં ઘરનું રસોડું સંપૂર્ણપણે રાખમાં ફેરવાઈ ગયું. આ દરમિયાન અકસ્માતના જોરદાર અવાજ બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી, ત્યારબાદ લોકો ઘરની બહાર નીકળીને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે લોકોએ જોયું કે સિલિન્ડર ફાટવાને કારણે આખા ઘરમાં આગ લાગી ગઈ હતી, તો તેઓએ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને ફોન કરીને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. પોલીસને ઘરની અંદરથી ચાર લોકોના મૃતદેહ મળ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં આરતી ગુપ્તા, કુંદન ગુપ્તા, આંચલ ગુપ્તા અને સૃષ્ટિ ગુપ્તા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો મેળવ્યો હતો. પોલીસનું કહેવું છે કે ચારેય એક જ પરિવારના છે. લીસના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology