CISF કુલવિંદર કૌરે કહ્યું, કંગન રનૌતે નિવેદન આપ્યું હતું કે ખેડૂત 100 રુપિયા માટે કિસાન આંદોલનમાં બેઠાં છે. શું તેઓ ત્યાં જઈને બેસસે? જ્યારે કંગનાએ આ નિવેદન આપ્યું હતું ત્યારે તેની મા ત્યાં બેઠી હતી હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતનારી અભિનેત્રી કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર એક મહિલા CISF કર્મીએ થપ્પડ મારી દીધી હતી. આરોપી મહિલા CISF કર્મચારી પર હવે કડક કાર્યવાહી કરતા CISFના DGએ તેમણે સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ તપાસ માટેના નિર્દેશ પણ જાહેર કર્યા જાણકારી મુજબ CISFની મહિલા સુરક્ષાકર્મીની ચંડીગઢ એરપોર્ટ પર કંગના રનૌત સાથે ચર્ચા થઈ ગઈ હતી. આ ચર્ચા બાદ સુરક્ષાકર્મીએ કથિત રીતે કંગના રનૌતને થપ્પડ મારી દીધી. આ મામલે વરિષ્ઠ અધિકારોની અધ્યક્ષતામાં તપાસ કમિટી ગઠિત કરી દેવાઈ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કથિત રીતે કંગનાને થપ્પડ મારવાવાળી આરોપી મહિલા સુરક્ષાકર્મી જોવા મળે છે. વીડિયોમાં મહિલા સુરક્ષાકર્મી કિસાન આંદોલન દરમિયાન કંગનાના નિવેદનનો ઉલ્લેખ કરતા જોવા મળે છે. કંગના રનૌતને થપ્પડ મારનારી CISF કર્મચારી કિસાન આંદોલન સમયે કંગના દ્વાર કરવામાં આવેલા નિવેદનથી નારાજ હતી. CISF કુલવિંદર કૌરે કહ્યું, કંગન રનૌતે નિવેદન આપ્યું હતું કે ખેડૂત 100 રુપિયા માટે કિસાન આંદોલનમાં બેઠાં છે. શું તેઓ ત્યાં જઈને બેસસે? જ્યારે કંગનાએ આ નિવેદન આપ્યું હતું ત્યારે તેની મા ત્યાં બેઠી હતી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology