દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. INDIA ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓ અને તેમના કાર્યકરો આજે એટલે કે મંગળવારે 30 જુલાઈના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બગડતી તબિયતને લઈને જંતર-મંતર ખાતે રેલી કરશે. વિગતો મુજબ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP) અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ આ રેલીમાં ભાગ લેશે. આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે સોમવારે (29 જુલાઈ) કહ્યું હતું કે, તિહાર જેલમાં CM અરવિંદ કેજરીવાલની તબિયત સારી નથી. તેમનું હેલ્થ ચેકઅપ પણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. આ તેમના સ્વાસ્થ્ય સાથે રમત છે.
આ તરફ આમ આદમી પાર્ટી BJP પર CM અરવિંદ કેજરીવાલની જેલમાં 'હત્યાનું કાવતરું' ઘડવાનો આરોપ લગાવી રહી છે. તેમના મેડિકલ રિપોર્ટને ટાંકીને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, 3 જૂનથી 7 જુલાઈની વચ્ચે તેમનું શુગર લેવલ 34 વખત ઘટ્યું હતું.
AAP સાંસદ સંજય સિંહે મંગળવારની રેલી અંગેના પ્રશ્નોના જવાબમાં કહ્યું, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ), ઝારખંડ મુક્તિ મોરચા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર), શિવસેના (ઉદ્ધવ) બાળાસાહેબ ઠાકરે) અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશનના નેતાઓ અને અન્ય પક્ષો આ રેલીમાં ભાગ લેશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology