bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ચક્રવાત ફેંગલથી દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી...

આંદામાન સમુદ્ર પર સર્જાયેલ ચક્રવાત ફેંગલ હાલમાં ભારતના કિનારા પર ઝડપથી આગળ વધી રહ્યું છે. આ તોફાનના કારણે ચેન્નઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. દેશના અનેક રાજ્યોમાં ઠંડીએ દસ્તક આપી દીધી છે. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. દરમિયાન દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. ફેંગલ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ, ઉત્તરમાં ગાઢ ધુમ્મસ અને દિલ્હીમાં ખરાબ હવાની ગુણવત્તાની આગાહી કરી છે. આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ગંભીર ચક્રવાતી તોફાન ફેંગલ ભારતના કિનારા પર તબાહી મચાવી શકે છે. બુધવાર સુધીમાં તે વધુ ગંભીર બનવાની અને દેશના ઘણા રાજ્યોમાં વિનાશ વેરવાની ધારણા છે. આ વાવાઝોડાને કારણે શ્રીલંકા અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે તબાહીની આશંકા છે. જેના કારણે હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. આંદામાન સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન ફાંગલને કારણે હાલમાં ચેન્નઈ સહિત તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.   એ જણાવ્યું કે બંગાળની ખાડીના મધ્ય દક્ષિણ અને પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર ખૂબ જ ગાઢ ચક્રવાત વિસ્તારની હાજરીને કારણે, આગામી દિવસોમાં તમિલનાડુ, પુડુચેરી અને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ ડિપ્રેશન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે, જેના પરિણામે 27 અને 28 નવેમ્બરની વચ્ચે દરિયાકાંઠાના તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસા