કર્ણાટકની બેંગ્લુરૂ પોલિસે મોડી રાત સુધી પબ ખુલ્લુ રાખવા બદલ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વિવધ પબના મેનેજમેન્ટ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે. જેમાં એક પબ દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીનું છે. મીડિયા સુત્રોના જણાવ્યા અનુસાર, બેંગ્લુરૂમાં એમજી રોડ સ્થિત વન8 કોમ્યુન પબ છે. જેના માલિક વિરાટ કોહલી છે. બેંગ્લુરૂ પોલીસે જણાવ્યા અનુસાર, વન8 પબ સહિત અન્ય પબ વિરૂદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેઓ પરવાનગી ન હોવા છતાં મોડી રાત સુધી પબ ખુલ્લો રાખે છે.
ડીસીપી સેન્ટ્રલે નિવેદન આપ્યું છે કે, અમે ગઈકાલે રાતે 1.30 વાગ્યા સુધી લગભગ 3થી 4 પબ ખુલ્લા ઝડપ્યા છે. તેમજ રાત્રે તેમાં મોટા અવાજે મ્યુઝિક વાગતું હોવાની ફરિયાદો પણ મળી હતી. જેના પગલે અમે આ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એક પબની માલિકી દેશના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની છે.
પબને રાતના 1.00 વાગ્યા સુધી જ મંજૂરી
બેંગ્લુરૂમાં પબને રાતના 1 વાગ્યા સુધી જ ખુલ્લા રહેવાની મંજૂરી છે. પરંતુ આ પબ રોજ મોડી રાત સુધી ખુલ્લા રહેતા હતાં. 6 જુલાઈએ પરવાનગી વિના વધુ મોડી રાત સુધી પબ ચાલુ રાખવા બદલ વન8 કોમ્યુન પબના મેનેજર વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology