પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. એક માલગાડીએ અહીં ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી જોરદાર ટક્કર મારી છે, આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. NJP થી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડીને પાર કર્યા પછી રંગપાનીર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની છે, આ ઘટના બાદ ટ્રેનની પાછળની ત્રણ બોગીઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરોના મોત પણ થયા છે. રંગપાની અને નિજાબારી વચ્ચે કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે.આ ઘટના પર સીએમ મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું છે. મમતાએ લખ્યું છે કે દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને તે આઘાતમાં છે. જોકે વિગતોની રાહ જોવાઈ રહી છે, કંચનજંગા એક્સપ્રેસ માલસામાન ટ્રેન સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. બચાવ અને તબીબી સહાય માટે ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology