bs9tvlive@gmail.com

12-January-2025 , Sunday

'તમે તાકતવર છો, રજા પર જાવ', લેડી ડોક્ટર રેપ-મર્ડરમાં HCએ પ્રિન્સપાલને ઘરભેગા કર્યાં...  

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં 31 વર્ષીય ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં કોલકાતા હાઈકોર્ટે કડક આદેશ આપ્યા છે. મંગળવારે કોર્ટે આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષને રજા પર જવા કહ્યું છે. બેન્ચે કહ્યું કે તમે ખૂબ જ શક્તિશાળી છો અને તમે ત્યાં હોવ ત્યારે નિષ્પક્ષ તપાસ કરવી મુશ્કેલ બનશે. ડૉ. ઘોષે મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલના પદ પરથી રાજીનામું આપી દીધું, પરંતુ થોડા જ કલાકોમાં તેમને કલકત્તા નેશનલ મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા. આ અંગે હાઈકોર્ટે પણ સવાલો ઉઠાવ્યા છે.

  • હાઈકોર્ટે કેસ ડાયરી મંગાવી

કોર્ટે આ મામલે કેસ ડાયરી પણ મંગાવી છે. કોર્ટે કહ્યું કે આ ગંભીર બાબત છે કે પ્રિન્સિપાલે નૈતિક જવાબદારી લેતા રાજીનામું આપ્યું હતું અને તેમને 12 કલાકની અંદર બીજી એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ તરીકે તેઓ તમામ ડોક્ટરોના ગાર્ડિયન છે અને જો તેઓ જ પીડિતા પ્રત્યે સહાનુભૂતિ નહીં રાખે તો કોણ રાખશે? હવે તેઓએ ક્યાંય કામ ન કરવું જોઈએ પરંતુ તેમના ઘરે રહેવું જોઈએ.

  • ડોક્ટરનો ખૂબ જ જધન્ય રેપ-મર્ડર

આ હત્યા અને બળાત્કાર 9 ઓગસ્ટના રોજ સવારે 3 થી 5 વાગ્યાની આસપાસ થયો હતો. જે તબીબનો મૃતદેહ મળ્યો હતો તેમાં પગ, આંગળીઓ, પેટ, પ્રાઈવેટ પાર્ટ અને અન્ય ઘણા ભાગોમાં ઊંડી ઈજાઓ અને લોહી વહેતું હોવાનું જણાયું હતું. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પીડિતાનું મોં આરોપી દ્વારા દબાવવામાં આવ્યું હતું અને તેનું માથું સતત જમીન પર પછાડવામાં આવ્યું હતું. આ હત્યાકાંડે સમગ્ર બંગાળને હચમચાવી નાખ્યું છે.