આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ એક વાર ફરીથી મેઘાલયની 'સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી' ને નિશાને લીધી છે. સીએમ સરમાએ કહ્યું છે કે યુનિવર્સિટી બિલ્ડિંગનું સ્ટ્રકચર 'મક્કા' જેવું દેખાય છે. મક્કા ઈસ્લામના સૌથી પવિત્ર સ્થળો પૈકીનું એક છે. આસામ સીએમે કહ્યું કે મેઘાલયની આ શિક્ષણ સંસ્થા શિક્ષણને બરબાદ કરી રહી છે અને તેના ગુંબજવાળા દરવાજા 'જેહાદ'ના પ્રતિક છે. સીએમ યુનિવર્સિટી પર ફ્લડ જેહાદનો આરોપ પણ લગાવી ચૂક્યા છે.
હિમંત બિસ્વા સરમાએ આ મહિનાની શરૂઆતમાં ગુવાહાટીમાં અચાનક આવેલા પૂર માટે યુનિવર્સિટીના કન્સ્ટ્રક્શનને જવાબદાર ઠેરવ્યું હતું. મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં સ્થિત યુનિવર્સિટીએ જંગલ તરફ પહાડોને કાપ્યા, જેના કારણે અચાનક પૂર આવી ગયુ. મેઘાલયમાં હાજર આ યુનિવર્સિટીને એક ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેને મહબુબુલ હક નામના એક બંગાળી મુસ્લિમે શરૂ કર્યું હતું. મહબુબુલ હક 'સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી'ના ચાન્સેલર છે.
યુનિવર્સિટીના મેઈન દરવાજાની ઉપર ત્રણ ગુંબજોનો ઉલ્લેખ કરતાં સરમાએ દાવો કર્યો કે આ મક્કા અને મદીના જેવું દેખાય છે. 'ત્યાં જવું શરમજનક છે. તમારે 'મક્કા'ની નીચે જવું પડશે. ત્યાં એક સામુદાયિક પ્રાર્થના ખંડ પણ હોવો જોઈએ. 'મક્કા-મદીના', ચર્ચ, ત્રણેય બનાવો. ત્યાં માત્ર 'મક્કા' છે. તેને સામુદાયિક પ્રાર્થના ખંડ બનાવવા દો. ચર્ચ બનાવવા દો. અમે ત્રણેયની નીચે ચાલીશું, એકની નીચે કેમ ચાલીએ.''
હિમંત સરમાએ કહ્યું કે યુનિવર્સિટી તંત્ર 'જેહાદના જનક' માં સ્થપાયેલી છે. 'મે જ્યારે મેઘાલય યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે વાત કરી તો તમામે મારી ટીકા કરી, પરંતુ આ પહેલા તરુણ ગોગોઈએ કહ્યું હતું કે ગુવાહાટીમાં પૂરનું મુખ્ય કારણ જોરાબાટ છે.' સરમાએ પોતાના નિવેદનો અને આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના નિવેદનો વચ્ચે સમાનતાઓ હોવાની વાત કહી. ગોગોઈએ પહેલા ગુવાહાટીમાં વારંવાર આવતાં પૂર માટે જોરાબાટને જવાબદાર ઠેરવ્યું હતું.
આસામ સીએમે દાવો કર્યો કે પહાડોને મેઘાલય તરફ નહીં, પરંતુ ગુવાહાટી તરફ કાપવામાં આવ્યા છે. 'પહાડો ગુવાહાટી તરફ કેમ કપાયા, મેઘાલયની તરફ કેમ નહીં? શું આ ફ્લડ જેહાદ નથી?' તે મેઘાલયના જોરાબાટ પહાડોની વાત કરી રહ્યાં હતાં.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology