bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પીએમ મોદી, અમિત શાહ અને અજીત ડોભાલ સાથે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર કાર્યવાહી અંગે ચર્ચા કરી....

જમ્મુ-કાશ્મીર ફરી એકવાર આતંકી હુમલાની ઝપેટમાં છે. રાજ્યના રિયાસી, કઠુઆ અને ડોડામાં એક પછી એક આતંકી હુમલા થયા છે. આ આતંકવાદી હુમલામાં ઘણા સામાન્ય લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, બે આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. સેના અને પોલીસના જવાનો તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવીને આતંકીઓને ખતમ કરવામાં લાગેલા છે. હવે પીએમ નરેન્દ્ર મોદીએ પણ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે અપડેટ લીધું છે.ભારત સરકારના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે પીએમ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે NSA અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી છે. આ સાથે પીએમ મોદીએ દેશના ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે અપડેટ પણ લીધી છે.