bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઝારખંડામાં EDની સૌથી મોટી રેડ, નોટોનો ઢગલો ગણતાં ગણતાં મશીન ગરમ થઈ ગયા...

 

સોમવારે ઈડીએ મની લોન્ડરિંગને લઈને ઝારખંડમાં 6થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 35 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે. આ દરોડા પછી ઝારખંડ સરકારના એક મંત્રીની મુશ્કેલી વધી શકે છે. ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમના પીએસ સંજીવ કુમાર લાલ અને તેમના નોકર જહાંગીર આલમની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત સુધી ચાલેલા દરોડામાં તેમના ઠેકાણાઓ પરથી કુલ રૂ. 35 કરોડ 23 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આટલી મોટી રકમની રિકવરી બાદ હવે મંત્રી આલમગીર આલમ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય તેવું લાગી રહ્યું છે. માહિતી અનુસાર, હવે ED આ સમગ્ર મામલે ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમ પાસેથી આ રકમનો હિસાબ માંગવાની તૈયારી કરી રહ્યું છે. તેમને ટૂંક સમયમાં સમન્સ જારી કરવામાં આવી શકે છે.


સોમવારે, EDએ આલમગીર આલમના પીએસ નોકર અને તેના અન્ય નજીકના સહયોગીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા. નોકર જહાંગીર આલમે પ્રાથમિક પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે તે કમિશન અને લાંચ દ્વારા એકત્ર કરાયેલા નાણાનો રખેવાળ કરતો હતો, જેના માટે તેને દર મહિને આશરે 15,000 રૂપિયા મળતા હતા. મળતી માહિતી મુજબ મંત્રી આલમગીરે જ જહાંગીરને પોતાના પીએસ સંજીવ કુમાર લાલ પાસે રાખ્યો હતો. મંત્રીના પીએસ સંજીવ લાલે તેમના માટે એપાર્ટમેન્ટમાં ફ્લેટ લીધો હ

પ્રાપ્ત માહિતી અનુસાર, સંજીવ લાલ તેને દર એક-બે દિવસે પૈસાની એક થેલી આપતો હતો, જેને તે ફ્લેટની છાજલીઓમાં ભરી દેતો હતો. EDના અધિકારીઓએ અન્ય સહયોગીના ઠેકાણા પરથી 10 લાખ રૂપિયા અને 2 કરોડ 93 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. મંત્રીના પીએસ સંજીવ કુમાર લાલે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો કે નોકર જહાંગીરના ફ્લેટમાંથી મળેલા પૈસા તેમના હતા. જોકે પુરાવા અને જહાંગીરના નિવેદન બાદ EDએ તેની ધરપકડ કરી હતી.


અહેવાલો અનુસાર, જ્યારે EDએ પીએસ સંજીવ લાલની પૂછપરછ કરી તો તેઓ વારંવાર બેહોશ થવા લાગ્યા. EDએ ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા છે જેમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત વિગતો છે. આ સિવાય EDને ઝારખંડના મુખ્ય સચિવને ગ્રામીણ વિકાસ વિભાગમાં અનિયમિતતા અંગે એફઆઈઆર નોંધવા માટે લખેલો પત્ર પણ મળ્યો છે. એવું માનવામાં આવે છે કે EDના પત્ર પર કાર્યવાહી કરવાને બદલે તેને લીક કરીને વિભાગના અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો.