ઉત્તરાખંડમાં ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને રવિવારે ચારધામ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. હવામાન કેન્દ્રના ડાયરેક્ટર બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર 8મી જુલાઈ સુધી વરસાદી માહોલ આ રીતે ચાલુ રહી શકે છે. રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિની નદીનું જળસ્તર ચેતવણી રેખાથી ઉપર પહોંચી ગયું છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ જોખમી બની ગયા છે.ગઢવાલના ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે આજ ( રવિવારે) સાંજે બેઠકમાં બીજા દિવસની યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ ઋષિકેશ અને વિકાસનગરના તીર્થયાત્રીઓને ચારધામ યાત્રા માટે ન મોકલવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે મુશ્કેલીઓ વધી છે. નદીઓ અને નાળાઓએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ જોખમી બની ગયા છે. શનિવારે, ચમોલીના બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચતવાપાની પાસે એક પહાડી પરથી પડેલા પથ્થરની અડફેટે બાઇક સવાર બે તીર્થયાત્રીઓનાં મોત થયાં હતાં. હૈદરાબાદના રહેવાસી નિર્મલ શાહી (36) અને સત્યનારાયણ (50) બદ્રીનાથ ધામના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
હવામાન કેન્દ્રના ડાયરેક્ટર બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર 8મી જુલાઈ સુધી વરસાદી માહોલ આ રીતે ચાલુ રહી શકે છે. શનિવારે, ચમોલી, પૌરી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ અને ઉધમ સિંહ નગરમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, ઉત્તરકાશીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology