bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ભારતીય સેનાએ પાકનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું, ઉરીમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા..

ભારતીય સેનાએ આજે(5 એપ્રિલ, 2024) સવારે ઉરીમાં એલઓસીના રૂસ્તમ પોસ્ટ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે અને બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ વિસ્તારમાં હજુ પણ સેનાનું ઓપરેશન ચાલુ છે. હાલમાં, આ ઘટનાની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

મળતી માહિતી મુજબ, સેનાને ઉરીના સદુરા નાલા વિસ્તારમાં આતંકવાદીઓની ઘૂસણખોરીની માહિતી મળી હતી. સેનાના જવાનો ત્યાં પહોંચ્યા, ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબમાં સેનાએ પણ ગોળીબાર શરૂ કર્યો હતો. કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. હાલ પણ સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.