સુપ્રીમ કોર્ટની લપડાક બાદ બાબા રામદેવની કંપની પતંજલિની મુસીબતોમાં ઘટાડો થવાની સંભાવનાઓ દેખાઈ રહી નથી. ઉત્તરાખંડના પિથોરાગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પતંજલિ આયુર્વેદ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર સહિત ત્રણ લોકોને સોન પાપડી ટેસ્ટમાં ફેલ થવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
17 ઓક્ટોબર, 2019 ના રોજ, ખાદ્ય સુરક્ષા નિરીક્ષકે પિથોરાગઢના બેરીનાગના મુખ્ય બજારમાં લીલા ધાર પાઠકની દુકાનની મુલાકાતે ગયા હતા.ત્યાં પતંજલિ નવરત્ન ઈલાઈચી સોન પાપડી વિશે ચિંતા વ્યક્ત કરાઈ હતી.જે અંગે નમૂનાઓ એકત્રિત કરાયા હતા અને રામનગર કાન્હાજી ડિસ્ટ્રીબ્યુટર તેમજ પતંજલિ આયુર્વેદ લિમિટેડને નોટિસ ફટકારવામાં આવી હતી.
પતંજલિ નવરત્ન ઈલાઈચી સોન પાપડીના નમૂના લેબોરેટરી તપાસમાં ફેલ
ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના રૂદ્રપુરમાં સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીમાં ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2020 માં, રાજ્યના ખાદ્ય સુરક્ષા વિભાગને પ્રયોગશાળામાંથી એક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે આ સોનપાપડી હકલી ગુણવત્તાવાળી છે.આ પછી બિઝનેસમેન લીલા ધર પાઠક, ડિસ્ટ્રીબ્યુટર અજય જોશી અને પતંજલિના આસિસ્ટન્ટ મેનેજર અભિષેક કુમાર વિરુદ્ધ કેસ નોંધાયો હતો.
કોર્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું હતું કે, કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા સ્પષ્ટપણે ઉત્પાદનની નબળી ગુણવત્તા દર્શાવે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology