સંસદમાં ચાલી રહેલા મોનસૂન સત્રના છઠ્ઠા દિવસે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ બજેટ મુદ્દે ચર્ચા કરવા જોડાયા હતા. રાહુલ ગાંધી ફરી એકવાર આક્રમક અંદાજમાં દેખાયા અને તેમણે સરકારને ઘેરવાની શરૂઆત કરી હતી. અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે જેવું અભિમન્યુ સાથે કરાયું હતું એવું જ આજના સમયમાં ભારતના લોકો સાથે કરવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ચક્રવ્યૂહનો વધુ એક સ્વરૂપ હોય છે પદ્મવ્યૂહ જે લોટસવ્યૂમાં હોય છે જેને મોદીજી તેમની છાતી પર લગાવીને ફરે છે. આ વ્યૂહને મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજિત ડોભાલ, અંબાણી અને અદાણી કન્ટ્રોલ કરે છે. 21મી સદીમાં આ નવો ચક્રવ્યૂહ રચાયો છે.
જેવી જ રાહુલ ગાંધીએ અંબાણી અને અદાણી અને 6 લોકોના નામ લીધા ત્યારે સત્તાપક્ષે હોબાળો મચાવવાની શરૂઆત કરી દીધી હતી. તેના પર સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ટોક્યા અને કહ્યું કે જે સંસદના સભ્યો નથી તેમના નામ ગૃહમાં ન લેવામાં આવે. તેના પર રાહુલ ગાંધીએ ફરી કહ્યું કે તમે કહેતા હોવ તો હું એનએસએ, અંબાણી અને અદાણીનું નામ કાઢી નાખું છું સર.
રાહુલ ગાંધીએ કહ્યું કે બે લોકો દેશનું અર્થતંત્ર સંભાળી રહ્યા છે. સરકારને ઘેરતાં રાહુલે સવાલ કર્યો કે બજેટમાં યુવાઓ માટે તમે શું કર્યું? તેનાથી શું એક પણ યુવાને રોજગારી મળશે? તમારો જે ઈન્ટર્નશિપ પ્રોગ્રામ છે તે ફક્ત એક મજાક છે કેમ કે તમે જ કહ્યું છે કે ઈન્ટર્નશિપ દેશની ફક્ત ટોપ 500 કંપનીઓમાં જ થશે. તમે પહેલા યુવાઓના પગ ભાંગી નાખ્યા અને પછી તમે પાટાપિંડી કરવાના પ્રયાસ કરી રહ્યા છો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology