bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

યાદી જાહેર થયા બાદ પણ અમેઠીના કોંગ્રેસના ઉમેદવારને નથી ભરોસો, કહ્યું- મને ખબર નથી...  

કોંગ્રેસે અમેઠી અને રાયબરેલીથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલીથી અને ગાંધી પરિવારના નજીકના કેએલ શર્માને અમેઠીથી ટિકિટ આપી છે. ટિકિટ મળ્યા બાદ કેએલ શર્માની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. જ્યારે કેએલને ટિકિટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે  તેમણે કહ્યું આ બાબતે મને કોઈ જાણ નથી કે  તેને ટિકિટ મળી છે.જ્યારે મને માહિતી મળશે ત્યારે હું તેના વિશે વાત કરીશ.