ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ત્યારે બિહારમાં લોકસભા ચૂંટણી માટે NDAમાં બેઠકની વહેંચણી કરવામાં આવી છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પાંચ બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપના બિહારના પ્રભારી વિનોદ તાવડેએ એનડીએના નેતાઓ સાથે પત્રકાર પરિષદમાં એનડીએ ગઠબંધનની તમામ બેઠકોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ફોર્મ્યુલા પર ચર્ચા થઈ હતી અને એનડીએ ગઠબંધનમાં તમામ પક્ષોએ તેનો સ્વીકાર કર્યો છે.
સમજૂતી મુજબ બિહારની કુલ 40 લોકસભા સીટોમાંથી ભાજપ 17 સીટો પર ચૂંટણી લડશે. એટલે કે તે મોટા ભાઈની ભૂમિકામાં હશે. નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU) 16 બેઠકો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (આર) 5 સીટો પર ચૂંટણી લડશે. જ્યારે જીતન રામ માંઝીની પાર્ટી એક સીટ પર ચૂંટણી લડશે. એક સીટ ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક મોરચાને આપવામાં આવી છે.
પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ઔરંગાબાદ, મધુબની, અરરિયા, દરભંગા, મુઝફ્ફરપુર, મહારાજગંજ, સારણ, ઉજિયારપુર, બેગુસરાઈ, નવાદા, પટના સાહિબ, પાટલીપુત્ર, અરાહ, બક્સર અને સાસારામ.
વાલ્મિકી નગર, સીતામઢી, ઝાંઝરપુર, સુપૌલ, કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, મધેપુરા, ગોપાલગંજ, સિવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, જહાનાબાદ અને શિવહર.
ચિરાગ પાસવાનની પાર્ટીને વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખગરિયા અને જમુઈ સીટ આપવામાં આવી છે. જીતન રામ માંઝીની પાર્ટી હમ ગયા સીટ પરથી ચૂંટણી લડશે. જ્યારે કરકટ સીટ ઉપેન્દ્ર કુશવાહાને આપવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology