bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લોકસભા ચૂંટણી 2024: TMCએ ઉમેદવારોની જાહેરાત કરી, યાદીમાં જુઓ કોને તક મળી અને કોનું કાર્ડ કપાયું....

 

લોકસભા ચૂંટણી 2024 તૃણમૂલે લોકસભા ચૂંટણી માટે બંગાળની તમામ 42 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી સામે તૃણમૂલે બહેરામપુર સીટ પરથી ક્રિકેટર યુસુફ પઠાણને મેદાનમાં ઉતાર્યા છે. બસીરહાટ સીટ પરથી અભિનેત્રી નુસરત જહાં અને જાદવપુર સીટથી અભિનેત્રી મીમી ચક્રવર્તીની ટિકિટ રદ કરવામાં આવી છે.

તૃણમૂલ કોંગ્રેસે રવિવારે પશ્ચિમ બંગાળની તમામ 42 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આઠ વર્તમાન સાંસદોને ટિકિટ આપવામાં આવી છે અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ અને કૃતિ આઝાદ જેવા ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.પાર્ટીએ 16 વર્તમાન સાંસદોને ફરીથી નોમિનેટ કર્યા છે અને 12 મહિલાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી સામે તૃણમૂલે બહેરામપુર સીટ પરથી ક્રિકેટર યુસુફ પઠાણને મેદાનમાં ઉતાર્યા છે.

  • નુસરત જહાંનું પન્નું કપાયું 

આ સાથે જ પૂર્વ ક્રિકેટર કીર્તિ ઝા આઝાદને બર્ધમાન-દુર્ગાપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસ ઉત્તર પ્રદેશની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે સપાના અખિલેશ યાદવ સાથે વાતચીત કરી રહી છે.

  • પાર્થ ભૌમિકને બેરકપુરથી તક મળી

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર બેરકપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ તૃણમૂલ સાથે જોડાયેલા અર્જુન સિંહની ટિકિટ કાપવામાં આવી છે. તૃણમૂલે બેરકપુરથી અર્જુન સિંહની જગ્યાએ રાજ્ય સરકારના મંત્રી પાર્થ ભૌમિકને ટિકિટ આપી છે.

  • અભિષેક બેનર્જીએ ઉમેદવારોની જાહેરાત કરી

ટીએમસીએ બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી રેલી દરમિયાન તેના તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. અભિષેક બેનર્જીએ એક પછી એક તમામ સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી.