bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઉત્તર પ્રદેશના બદાયુમાં બે બાળકોની હત્યા કરાઈ : બાળકોની હત્યા બાદ મહાલો તંગ....

 

ઉત્તર પ્રદેશના બદાયુમાં બે બાળકો ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાં ઘૂસીને બે બાળકોને માર માર્યો હતો. આ પછી પોલીસે માત્ર બે કલાકમાં જ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ છે.


યુપીના બદાયુમાં બે બાળકોની ઘરમાં ઘુસીને હત્યા કરાતા ચકચાર મચી છે. આ ઘટના બાબા કોલોનીમાં બની છે. જ્યા ઘરમાં ઘુસી હત્યા કર્યા બાદ આરોપી નાસી છુટ્યો હતો જો કે  ઘટનાની માહિતી મળતાં જ આરોપીનો પીછો કરી રહેલી પોલીસે તેને પકડવાનો પ્રયાસ કરતાં ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં તે માર્યો ગયો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ છે. પોલીસ અને વહીવટીતંત્રે શાંતિ સ્થાપવાની અપીલ કરી છે. બદાઉના ડીએમ મનોજ કુમારે કહ્યું કે અમને માહિતી મળી છે કે મંડી કમિટી ચોકી પાસે બાબા કોલોનીમાં એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને 11 અને 6 વર્ષના બે નાના બાળકોની હત્યા કરી નાખી છે ત્યાર બાદ લોકોને શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું છે. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. બાબતે તપાસ ચાલુ છે.


પ્રાપ્ત થતી વિગતો અનુસાર યુપીના બદાયુના બાબા કોલોનીમાં બે બાળકોની હત્યાની ઘટના બની છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી. સાજીદ નામનો વ્યક્તિ તેની દુકાન સામે વિનોદસિંહના ઘરે ગયો હતો. આ પછી પત્નીને ચા બનાવવા કહ્યું હતું. ત્યારે આરોપીએ વિનોદના ત્રણ બાળકો પર જીવલેણ હુમલો  કર્યો હતો. તેણે કુહાડી ત્રણ બાળકો પર હુમલો કર્યો હતો જેમાં બે જણાના મોત નીપજ્યા છે  જ્યારે ત્રીજા ઘાયલ બાળકની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે.  ઘટના બાદ આરોપી સાજીદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. ચકચારી બનાવથી સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રસર્યો હતો અને ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ કરી હતી.

વિનોદ કુમારસિંહ બાબા કોલોનીમાં રહે છે. સાજિદ તેના ઘરની સામે સલૂન ચલાવે છે. મંગળવારે પોતાની દુકાન બંધ કરીને વહેલો નીકળી ગયો હતો. પરંતુ સાંજે વિનોદના ઘરે આવ્યો હતો. અગાઉ પરિચય થતાં વિનોદની પત્ની તેના માટે ચા બનાવવા ગઈ હતી. આ સમય દરમિયાન તે ચોરી છુપી ઘરના ટેરેસ પર પહોચી ગયો હતો જ્યા બાળકો ટેરેસ પર રમી રહ્યા હતા.

સાજિદે વિનોદના ત્રણ બાળકો 12 વર્ષના આયુષ, 8 વર્ષના અહાન ઉર્ફે હની અને યુવરાજ પર કુહાડી વડે હુમલો કર્યો હતો. આમાં આયુષ અને અહાનનું મોત નીપજ્યું હતું, જ્યારે યુવરાજને ઈજા થતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની મંડી પોલીસ ચોકીથી થોડે દૂર બની હતી. આ ઘટના બાદ પરિવારના સભ્યો અને સ્થાનિક રહીશોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને એક મોટરસાઇકલને નુકસાન પહોંચાડ્યું હતું. બરેલીના આઈજી રાકેશ કુમારે જણાવ્યું કે આ ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આરોપી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસને જોતાં જ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી જવાબી કાર્યવાહીમાં તેની હત્યા કરવામાં આવી હતી. આરોપીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આરોપીની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે છે.