bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

લોકસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે છે જાહેર, કંઇક આવું હોઈ શકે છે શેડ્યુલ...  

લોકસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. એવામાં લોકસભા ચૂંટણીની તારીખને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રો અનુસાર ચૂંટણી પંચ 15 માર્ચે એટલે કે આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે ગમે ત્યારે તારીખોની જાહેરાત થઈ શકે છે. તારીખોની જાહેરાત થતાંની સાથે જ દેશમાં ચૂંટણી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. રાજકીય પક્ષોએ અનેક પ્રકારના બંધનોનું પાલન કરવું પડશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બુધવારે કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.