bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

MPના ગુનામાં પ્લેન ક્રેશ, મહિલા પાયલોટને ગંભીર ઈજા....

 

મધ્યપ્રદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં એક પ્લેન ક્રેશ થયું છે. ગુના એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું છે. મહિલા પાયલોટને ગંભીર ઈજાઓ પહોંચી છે. વિમાને સાગર ક્ષેત્રથી ઉડાન ભરી હતી અને ગુના એરસ્ટ્રીપ નજીક ફોલ્ટ સર્જાયો હતો જેને કારણે મહિલા પાયલોટે વિમાનને ગુના એરસ્ટ્રીપ પર ઉતારવાની મંજૂરી માંગી હતી. મંજૂરી તો મળી ગઈ પરંતુ આ દરમિયાન વિમાન ક્રેશ થઈ ગયું હતું અને મહિલા પાયલોટ ઘાયલ થયાં હતા. ખબર મળતાં તંત્ર દ્વારા તાબડતોબ પહોંચીને પાયલોટને હોસ્પિટલ લઈ જવાયા હતા. 


આ ઘટનાનો વીડિયો પણ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં પ્લેનનો કાટમાળ જોઈ શકાય છે. તસવીરો પરથી જોઈ શકાય છે કે પ્લેન ક્રેશ કેટલો ગંભીર હતો. વિમાનના ભૂક્કા બોલી ગયાં હતા અને લેન્ડિંગ વ્હીલ પણ વિમાનથી અલગ થઈ ગયાં હતા. 


ત્રણ વર્ષ પહેલા, મધ્યપ્રદેશમાં આવી જ એક ઘટના સામે આવી હતી જ્યારે 27 માર્ચ, 2021 ના રોજ ભોપાલના ગાંધીનગર ક્ષેત્રમાં એક તાલીમ વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં ત્રણ પાયલોટ ઘાયલ થયા હતા.