દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા પડ્યા છે. મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને રાજ્યસભાના સાંસદ એન.ડી ગુપ્તાના ઘરે દરોડા પાડ્યા છે. સૂત્રોનું માનીએ તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મની લોન્ડરિંગ કેસમાં AAP નેતાઓના ઘરે તપાસ કરી રહી છે, પરંતુ મની લોન્ડરિંગનો આ કેસ કયો છે, તેને લઈને હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી થયું. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે 10 વાગ્યે દિલ્હી સરકારના મંત્રી આતિષીની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમની સાથે જોડાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઈડીએ મની લોન્ડરિંગના કયા કેસમાં દરોડા પાડ્યા છે. આ દરોડાને ભાજપના ઈશારે AAP નેતાઓ પર દબાણ લાવવાનું એક માધ્યમ માનવામાં આવી રહ્યું છે.
શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આમ આદમી પાર્ટીના નેતાઓના ઘર પર EDના દરોડા પર કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, 'આ પણ લોકશાહીની હત્યા છે. દેશમાં કોઈ સરકાર વિરુદ્ધ બોલે તો ઈડી તેના ઘરે પહોંચી જાય છે. લોકશાહીની હત્યા માત્ર ચંદીગઢમાં જ નથી થઈ, સમગ્ર દેશમાં થઈ છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ આવું બન્યું છે.સુપ્રીમ કોર્ટ લોકશાહીની હત્યા કરવાની વાત કરે છે, પરંતુ લોકશાહી બચાવવા માટે કશું કહેતી નથી. તે શું કરી રહી છે?આ જનતાનો પ્રશ્ન છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology