કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે લોકસભા માટે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી.ચૂંટણી પંચ આગામી સામાન્ય ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર કરી શકે છે. આ સાથે જ રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ યાદીમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા,કોંગ્રેસે 3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપી છે. અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને રાજસ્થાનના ઝાલોર અને કમલનાથના પુત્ર નકુલ નાથને એમપીના છીંદવાડાથી તો આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગાઈને ટિકિટ આપી છે.
કોંગ્રેસે ગુજરાતમાંથી પણ 7 ઉમેદવારોની જાહેરાત કરી છે જેમા પ્રમુખ ચહેરો ગેનીબેન ઠાકોર છે જેને બનાસકાંઠાથી ટિકિટ આપવામાં આવી છે જેમનો મુકાબલો ભાજપના રેખા ચોધરી સામે થશે.
બનાસકાંઠા- ગેનીબેન ઠાકોર
અમદાવાદ પશ્ચિમ- ભરત મકવાણા
અમદાવાદ પૂર્વ- રોહન ગુપ્તા
બારડોલી- તુષાર ચૌધરી
વલસાડ- અનંત પટેલ
પોરબંદર- લલિત વસોયા
કચ્છ- (SC) નીતેશ લાલણ
કોંગ્રેસે શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં રાહુલ ગાંધીને વાયનાડથી ટિકિટ આપવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology