bs9tvlive@gmail.com

23-May-2025 , Friday

એડનની ખાડીમાં બ્રિટિશ જહાજ પર ડ્રોન હુમલો: 22 ભારતીયો પણ હતાં સવાર, નૌસેના મદદે પહોંચી....

યમન નજીક અરબી સમુદ્રમાં ફરી એક જહાજ પર ડ્રોન હુમલો થયો છે. આ પછી જહાજમાં આગ લાગી હતી. બોર્ડમાં 23 ક્રૂ મેમ્બરમાંથી 22 ભારતીય છે. બાંગ્લાદેશી નાગરિક છે. ભારતીય નૌસેનાએ મદદ માટે યુદ્ધ જહાજ મોકલ્યું છે.

ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર આ હુમલો 26 જાન્યુઆરીની રાત્રે થયો હતો. અગાઉ એવા સમાચાર હતા કે ભારતીય નૌકાદળનું એક જહાજની નજીક આવી રહ્યું છે. હવે ભારતીય નૌકાદળે એ વાતની પુષ્ટિ કરી છે કે એડનની ખાડીમાં MV માર્લિન લોન્ડા નામના જહાજ પર થયેલા હુમલા બાદ INS વિશાખાપટ્ટનમને મદદ માટે મોકલવામાં આવ્યું છે. હુમલા બાદ તરત જ જહાજે મદદ માટે સંકેત મોકલ્યો.

  18 જાન્યુઆરીએ પણ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો

18 જાન્યુઆરીએ યમન નજીક અરબી સમુદ્રમાં અન્ય એક જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. જેન્કો પિકાર્ડી નામના આ જહાજ પર માર્શલ આઇલેન્ડનો ધ્વજ હતો.નેવીના જણાવ્યા અનુસાર હુમલા સમયે જહાજ યમનના એડન પોર્ટથી લગભગ 111 કિમી દૂર એડનની ખાડીમાં હતું. વિમાનમાં 22 ક્રૂ મેમ્બર હતા જેમાંથી 9 ભારતીય હતા. હુમલામાં કોઈને નુકસાન થયું નથી. ડ્રોન હુમલાની માહિતી મળતાની સાથે જ નેવીએ યુદ્ધ જહાજ INS વિશાખાપટ્ટનમને મદદ માટે મોકલ્યું હતું.જેન્કો પિકાર્ડી નામના આ જહાજ પર એડનની ખાડીમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.