bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

EDની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલના જીવ પર જોખમ', આતિશીનો મોટો દાવો...  

 

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ સીએમ અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોસ્ટ એક્સમાં લખ્યું છે કે દેશની રાજધાનીમાં પહેલીવાર કોઈ વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલ પાસે Z+ સુરક્ષા કવચ છે. હવે તે કેન્દ્ર સરકારની EDની કસ્ટડીમાં છે. અમે તેમની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. આ પહેલા આતિશીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, અમે દિલ્હીના સીએમની ધરપકડ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અમે ઇડી દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પૂછ્યું છે કે શું કેન્દ્ર સરકારની ED પોતાની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલને સુરક્ષા આપી રહી છે. EDની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલને કઈ સુરક્ષા મળી રહી છે? તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે જવાબ આપવો પડશે કે અરવિંદ કેજરીવાલની સુરક્ષાની જવાબદારી કોની રહેશે?

આતિષીના કહેવા પ્રમાણે, લોકશાહી બચાવવા માટે હજારો કેજરીવાલ આજે દિલ્હીની સડકો પર ઉતરશે. એક પછી એક વિરોધ પક્ષોના નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આગામી લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આતિશીએ વધુમાં કહ્યું કે પીએમ મોદીએ સમગ્ર દેશને જવાબ આપવો પડશે. અરવિંદ કેજરીવાલ એક વિચાર છે. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી હોય. આ ભારતીય જનતા પાર્ટીની યુક્તિ છે. આ કેસમાં હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. પીએમ મોદી કેજરીવાલને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીને કચડી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે.