સોનાના ભાવને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા થોડા સમયથી સોનાના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે એવામાં માર્ચ મહિનામાં સોનાના ભાવમાં રૂ. 5 હજારનો વધારો છે જેણે આજે સોનાના ભાવે સર્વોચ્ચ સપાટી વટાવી દીધી છે. આજે સોનામાં અત્યાર સુધીનો સોનાનો સૌથી ઊંચો ભાવ નોંધાયો છે. MCX માં પ્રથમ વખત સોનાનો ભાવ 68,800 ને પાર પહોંચ્યો છે.
સોનાની કિંમત આજે સ્થાનિક બજારમાં નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાની કિંમત $2,200 પ્રતિ ઔંસની ઉપર છે. આ પહેલા બુધવારે બુલિયન માર્કેટમાં સોનું 65689 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે બંધ થયું હતું.
બુધવારના ટ્રેડિંગ સેશનમાં સોનાની કિંમતમાં 70 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો હતો, જેના કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 66,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 66,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 150 વધીને રૂ. 76,650 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો. પાછલા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 77,500 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો.જોકે આજે સવારે અમદાવાદમાં સોનાનો ભાવ 68850 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાયો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology