પંજાબમાં ભારતીય સુરક્ષા દળના જવાનોએ એક ચાઈનીઝ ડ્રોન ઝડપ્યું છે. મળતી માહિતી મુજબ 26 જાન્યુઆરીએે BSF જવાનોને પંજાબના અમૃતસર જિલ્લાના રોરાનવાલા ગામમાં સરહદની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વસ્તુ દેખાઈ હતી. જ્યારે સૈનિકોએ તે વસ્તુની નજીક જઈને જોયું તો તે એક ડ્રોન હતું જેને બીએસએફના જવાનો દ્વારા પકડી પાડવામાં આવ્યું છે.
BSFના જનસંપર્ક અધિકારીએ શનિવારે જણાવ્યું કે 25-26 જાન્યુઆરીની રાત્રે BSF અને STF અમૃતસર તરફથી મળેલી ચોક્કસ માહિતીના આધારે ગુરદાસપુર જિલ્લાના ડેરીવાલ કિરણ ગામમાં એક સંદિગ્ધ વ્યક્તિના ઘર પર દરોડો પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સર્ચ દરમિયાન, સૈનિકોએ 100 ગ્રામ હેરોઈન અને 14 જીવતા .32 કેલિબર કારતુસ ધરાવતા છ નાના પ્લાસ્ટિકના કન્ટેનર મેળવ્યા હતા.આ સિવાય અન્ય એક કાર્યવાહીમાં ગુરુદાસપુર જિલ્લાના ઉપ્પલ ગામમાં એક અન્ય શંકાસ્પદ વ્યક્તિના ઘરે સવારે 4.30 વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન એક પિસ્તોલ (પીએજી ટાઇપ), 10 કારતુસ, 01.32 કેલિબરની બુલેટ અને 01 પિસ્તોલ મળી આવી હતી. સુરક્ષા દળોએ બંને શકમંદોની ધરપકડ કરી લીધી છે.
અમૃતસર ગ્રામીણ પોલીસે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, VDC સભ્યની સૂચના પર, અમૃતસર ગ્રામીણ પોલીસ અને BSF પંજાબે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં BSF પંજાબને આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત મોધે ગામના ખેતરોમાંથી ડીજેઆઈ પ્રો ડ્રોન અને 519 ગ્રામ હેરોઈનના પેકેટ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા ડ્રોન પર ક્વાડકોપ્ટર મોડલ નંબર DJI Mavic 3 Classic અને Made in China લખેલું જોવા મળ્યું છે. હેરોઈન ભરેલું પેકેટ પણ જપ્ત કરવામાં આવ્યું છે. પંજાબ ફ્રન્ટિયર બીએસએફના અધિકારીઓ ડ્રોનની તપાસ કરી રહ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology