bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદના 13 એકમ પર IT વિભાગની તવાઈ...  

અમદાવાદમાં ડેરી અને હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર IT વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર IT વિભાગે સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે. સંચાલક નીશિત દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડ્યા છે. આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં આવેલા એકમો પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં કુલ 13 સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી છે. તેમજ IT વિભાગના આશરે 75થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ IT વિભાગે રાજકોટના જાણીતા બિલ્ડરોને ત્યાં દરોડા પાડ્યા હતા. તેમાં કરોડોના બેનામી વ્યવહાર સામે આવ્યા હતા.