bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ચૂંટણી પહેલા ECની મોટી કાર્યવાહી, ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ...

લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે એક મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે યુપી અને ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને સચિવોને હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે બંગાળના ડીજીપીને પણ હટાવાનો આદેશ આપ્યો છે.  આ રાજ્યોમાં મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ જાળવવાની દિશામાં પંચ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.  ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો ના ગૃહ સચિવોને સચિવોને હટાવી દેવાનો નિર્ણય લીધો છે. 

મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને હટાવવા માટે જરૂરી કાર્યવાહી પણ કરી છે. પંચ દ્વારા આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે શનિવારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે આ રાજ્યોમાં ચૂંટણી દરમિયાન ન તો ધાંધલ ધમાલ થાય કે ન તો કોઈપણ પ્રકારની હિંસા જોવા મળે.