કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે દેશમાં એક અઠવાડિયામાં CAA લાગુ કરવામાં આવશે. તેમણે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમેણે કહ્યું- 'હું આ મંચ પરથી ખાતરી આપું છું કે આગામી 7 દિવસમાં આ કાયદો માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થશે'
CAA વિશે, શાંતનુ ઠાકુરે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદાને 'દેશનો કાયદો' ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેના અમલીકરણને કોઈ રોકી શકશે નહીં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ CAAને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લાગ્યો હતો.
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર આ કાયદો લાવી હતી. CAA કાયદા હેઠળ, 31 ડિસેમ્બર, 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા અત્યાચારિત બિન-મુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ કાયદો ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. સંસદ દ્વારા પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. જો કે, આ પછી, કાયદાની વિરુદ્ધ દેશના જુદા જુદા રાજ્યોમાં વિરોધની શ્રેણી શરૂ થઈ અને દિલ્હીમાં પણ ઘણા મહિનાઓ સુધી (શાહીન બાગ અને કેટલાક અન્ય વિસ્તારો સહિત) વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology