bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગાઝીપુરમાં મોટી દુર્ઘટના:  25 લોકો જીવતાં સગળ્યાં, હાઈ ટેન્શન વાયર પડતાં સળગી જાનની બસ....

ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. એક હાઇટેન્શન વાયર ચાલુ બસ પર પડતાં આ બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જેના કારણે અનેક લોકો જીવતા ભડથું થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ બસ દુર્ઘટનામાં આશરે 25 લોકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ બસ લગ્ન સમારોહમાં જઈ રહી હતી, ત્યારે રસ્તામાં હાઈ ટેન્શન વાયર બસ પર પડતા બસમાં આગ લાગી હતી.. આગ લાગતાં બસમાં હાહાકાર મચ્યો હતો. લોકો જીવ બચાવવા બસના દરવાજા તરફ ભાગવા લાગ્યાં હતા ઘણા બારીઓમાંથી પણ કૂદી પડવા લાગ્યાં હતા. 

સીએમ યોગીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. મઉની હોસ્પિટલોમાં પણ લોકોને મોકલવામાં આવી રહ્યા છે. હાઈટેન્શન વાયર અને કરંટ લાગવાને કારણે લોકો દૂરથી બસને સળગતી જોઈ રહ્યા હતા. વીજ વિભાગને કરન્ટ બંધ કરવા અંગે જાણ કરવામાં આવી હતી.