સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશના દરેક નાગરિકને સરકારના નિર્ણયોની ટીકા કરવાનો અધિકાર છે. કલમ 370 નાબૂદ કરવાની ટીકા કરતી વ્હોટ્સએપ પોસ્ટના સંબંધમાં પ્રોફેસર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ્દ કરવાનો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. પ્રોફેસર જાવેદ અહેમદ હઝમ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153A (સાંપ્રદાયિક દ્વૈષને પ્રોત્સાહન આપવી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેમને બોમ્બે હાઈકોર્ટમાંથી આ સંબંધમાં રાહત મળી ન હતી. પ્રોફેસર જાવેદે વોટ્સએપ પર પોસ્ટ કરી હતી. 5મી ઓગસ્ટ – જમ્મુ અને કાશ્મીર માટે કાળો દિવસ અને 14મી ઓગસ્ટ – પાકિસ્તાનને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. આ બંને પોસ્ટને વાંધાજનક ગણીને તેમની સામે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દરેક નાગરિકને તેમના સ્વતંત્રતા દિવસ પર કોઈપણ અન્ય દેશને અભિનંદન આપવાનો અધિકાર છે. જો ભારતનો નાગરિક 14મી ઓગસ્ટે પાકિસ્તાનના નાગરિકોને તેમના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવે તો તેમાં કંઈ ખોટું નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology